[NEW 2024] TOP 100+ Suvichar Gujarati | સુવિચાર ગુજરાતી

હેલ્લો દોસ્તો કેમ છો આશા રાખું છું કે એકદમ મજામાં હસો, તો આજે અમે તમારા માટે suvichar gujarati કલેક્શન લઈને આવિયા છીએ. સુવિચાર ગુજરાતી માં અમે એકદમ જોરદાર આપને અને આપની જિંદગી ને લગતા gujarati suvichar લઈને આવીયા છીએ.

તો દોસ્તો આશા રાખું છું કે તમને Suvichar Gujarati પસંદ આવશે જો પસંદ આવે તો સુવિચાર ગુજરાતી ને તમારા દોસ્તો, ફેમિલી અથવા પ્રિયજન સાથે share જરુર કરજો. અને હા comment section મા કૉમેન્ટ કરીને જરુર જણાવજો કે તેમને આ gujrati suvichar collection કેવું લાગીયું.

BEST GUJARATI BOOKS 📖

best Gujarati Books
Best Gujarati Books

જીવન સારું જીવવા ને સારું શિખવા માટે પુસ્તક વાંચવા ખૂબ જ જરૂરી છે, પુસ્તક ને સાચો મિત્ર પણ કહેવામાં આવે છે, તો અમે તમારાં માટે બેસ્ટ ગુજરાતી પુસ્તક ગોતીને લાવિયા છીએ. જેને નીચે આપેલ લિંક પર ક્લિક કરી જરૂર વાંચજો.

અમે નીચે આપેલા ટોપિક ઉપર તમારા માટે Suvichar Gujarati collection લાવીયા છીએ.

Gujarati Suvichar

Gujarati suvichar
Gujarati suvichar
કોઈ દિવસ એવી ત્રીજી વ્યકિત,
ક્યારેય ના બનતા,
જેના લીધે કોઈ બે વ્યકિત વચ્ચેનો,
સુંદર સંબંધ તૂટી જાય.
ફરી ગરમ કરેલી ચા અને,
સમાધાન કરેલા સંબંધમાં ક્યારેય,
પહેલા જેવી મીઠાશ નથી હોતી.
ગમતી વ્યક્તિનો મોહ છૂટી જાય ને,
ત્યારે સમજી લેવાનું કે તમને,
જીવતા આવડી ગયું.
ભરોસો રાખજો એકબીજાના પ્રેમ પર,
અલગ કરવાવાળા ઘણા મળશે પણ,
એક કરવા વાળા તમે એક જ હશો.
માન હોય ત્યાં પગ મુકજો,
અભિમાન તો અહીંયા દરેક ને છે.
માણસ ગમે તેટલા મંદિરોમાં કે,
ગમે તેટલા તીર્થસ્થાનોમાં જાય પણ,
જો પોતાનો ભાવ કે સ્વભાવ સુધારી,
ના શકતો હોય તો તળાવે જઇને,
પણ તરસ્યો જ રહેવાનો.
સારા માણસો સાથે સારા બનો,
પણ ખરાબની સાથે ખરાબ નહીં,
કારણ કે હીરાથી હીરો ઘસી શકાય છે,
પણ કાદવથી કાદવ સાફ કરી શકાતો નથી.
નીતી સાચી રાખો અને લોકોનું સારૂ ઈચ્છો,
પછી એક પણ પૈસો નઈ હોય તો પણ,
કુદરત તમારું અટકવા નહિં દે.
તમે માળા બદલો મંદિર બદલો કે પછી,
ભગવાન બદલો પણ જ્યાં સુધી તમે તમારા,
વિચાર ના બદલો ત્યાં સુધી બધું નકામું.
ઉપવાસ કરવાથી જો વ્યક્તિની,
બધી ઈચ્છા પૂરી થઈ જતી હોય તો,
ભૂખ્યા પેટે સૂવાવાળાં લોકો સૌથી અમીર હોત.
suvichar gujarati
suvichar gujarati
એવા લોકો સાથે સંબંધ તૂટી જાય તો,
અફસોસ ન કરવો જે વારંવાર,
એકની એક ભૂલ કર્યાં કરે,
અને પોતાની ભૂલ હોવા છતાં કબુલે નહીં,
અને ઉલટું આપણને દોષિત ઠેરાવે.
હું ન બોલું તો પણ તે સાંભળે એનું નામ ઈશ્વર,
અને તે ના બોલે તો પણ મને સંભળાય એનું નામ શ્રદ્ધા.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે,
જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે,
તેના જીવનમાં મુશ્કેલી આવશે પરંતુ,
તેની નાવ ક્યારેય ડૂબતી નથી.
કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ,
બદલી નહિ શકો સાહેબ,
ડુંગળીને ગમે તેટલા પ્રેમથી કાપો,
આંખોમાં આંસુ લાવી જ દે છે.
દેખાવ કરવાવાળા તો હજારો મળી જશે,
પણ ચિંતા કરવા વાળા બે જ મળશે,
“માતા અને પિતા”
બાંધવા માટે પાયો મજબૂત હોવો જોઈએ,
પછી એ સંબંધ હોય કે ઘર.
રવિવારની મજા ફક્ત એટલી હોય છે કે,
શનિવારે મોડી રાત સુધી મોજથી જાગી શકીએ,
બાકી આંખો રવિવાર તો,
સોમવારની ચિંતામાં જ નીકળી જાય છે.
સમાજ શું કહેશે?
દુનિયા શું કહેશે?
લોકો શું કહેશે?
સાહેબ આ બધાં તેલ લેવા ગયાં,
તમે માત્ર પરિસ્થિતિ પ્રમાણે,
જીવન જીવતા શીખો સંજોગો,
આપો આપ બદલાઈ જશે.
મૂર્તિ વેચવા વાળાએ પણ ખુબ જ સુંદર લખ્યુ છે,
કે ગરીબ ના બાળકો ને ખાવાનું મળે તહેવાર માં,
એટલે ભગવાન ખુદ વેચાય છે બજારમાં.
ઇજજત માણસની નથી હોતી જરૂરીયાતોની હોય છે,
જરૂરીયાત ખત્મ ઇજજત ખત્મ.
Gujarati suvichar
Gujarati suvichar
તમારી કદર કરવા વાળા ભલે દૂર હોય પણ,
તમારી કિંમત ઘટાડવા વાળા તો,
તમારી સાવ નજીક ના જ હોય છે.
સંબંધ છે સાહેબ નિભાવવા માટે ક્યારેક,
મનાવવા પણ પડે અને ક્યારેક માની જવું પણ પડે,
ખુલાસો કરવો એ ગુનો નથી ખોટી સમજણ ને,
પકડી રાખવી એ ગુનો છે.
હાથમાં “એપલ” નો ફોન નહી તો ચાલશે પણ,
એ”પલ” ને જરૂર જીવી લેવી જેમાં,
તમને ખુશી મળતી હોય.
મીઠાં જેવું જીવન રાખો,
ના કોઈ વધારે વાપરે કે,
ના તમારા વગર ચાલે.
લોકો જો બધાં સમજાવવાથી સમજી જ જતાં હોય,
તો અમારો માખણચોર કદી ‘મહાભારત‘ ન થવા દેત.
માણસ ની આદત છે સાહેબ,
ના મળે તો ધીરજ નથી અને મળે તો કદર નથી.
હે કૃષ્ણ મે ધીરજ રાખવાનું શીખી લીધું છે,
કારણ કે હું જાણું છું કે જ્યારે મારો સમય આવશે,
ત્યારે માંગ્યા વગર બધું મળી જશે.
કોઈ તમારી સાથે સારી રીતે ન વર્તે,
એની પાછળ બે કારણ હોય છે,
1) વ્યક્તિને તમારી કદર નથી અથવા
2) અને તમારી જરૂર નથી
ભરોસો કરશો તો બધા પોતાના જ લાગશે,
શંકા કરશો તો પોતાના પણ પારકા લાગશે.
સમય જતાં બધું બદલાય જાય છે ,
સ્વભાવ પણ, લાગણી પણ, શબ્દો પણ,
વાયદાઓ પણ અને અંતે વ્યક્તિ પણ.

Suvichar Gujarati

Gujarati suvichar
સુવિચાર
જયારે હજારો ભૂલો પછી પણ,
તમે તમારી જાતને પ્રેમ કરો છો તો પછી,
બીજાની એક ભૂલ માટે શા માટે નફરત કરો છો.
દાગીના મુકવા લોકર મળી શકે,
પૈસા મુકવા બેંક મળી શકે,
પરંતુ હૈયાની વાત મુકવા માટેની જગ્યા એટલે મિત્ર.
દુશ્મનો ને છોડો બસ પોતાનાઓ પર નજર રાખજો
કારણ કે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે,
જે કાલે પણ સત્ય હતું અને આજે પણ સત્ય છે.
સરળ વ્યક્તિ સાથે કરવામાં આવેલ કપટ,
તમારી બરબાદીના બધા જ દ્વાર ખોલી નાખે છે,
પછી તમે ભલેને સતરંજના ગમે તેટલા,
મોટા ખેલાડી કેમ ન હોય.
જિંદગી એક આઈસક્રીમ જેવી છે સાહેબ,
ટેસ્ટ કરો યા વેસ્ટ કરો પીંગળી તો રહી જ છે,
એટલે જિંદગીને ટેસ્ટ કરવાનું શીખો,
વેસ્ટ તો એમ પણ થઈ જ રહી છે.
મળ્યા વગર દિલ દેવાની તાકાત હોવી જોઈએ,
બાકી જોયા પછી તો બધા પાગલ થાય.
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં,
પણ દરેક વસ્તુની કિંમત ફકત,
સમય જ સમજાવી શકે છે.
માણસ અધૂરો તો ત્યારે જ થઈ જાય છે,
જ્યારે એની મનગમતી વ્યક્તિ બદલાઈ જાય છે.
ગમે એટલું ભેગું કરો પરંતુ,
જો તમે મોજ શોખ માટે વાપરી નથી શકતાં,
તો તમે તે ધનના માલિક નથી પણ ચોકીદાર જ છો.
પોતાના મનનું પુસ્તક એવા વ્યકિત પાસે ખોલજો,
જે તમને વાંચ્યા પછી સમજી શકે.
suvichar gujarati
suvichar gujarati
જ્યારે ઘરમાં વહુ લાવોને તો એને,
એ ઘરમાં ઢળવાનો સમય આપો,
એક 20–22 વર્ષની દીકરી પાસે,
40-45 વર્ષની સ્ત્રી વાળી સમજદારીની,
ઉમ્મીદ ના રાખો સાહેબ.
આંખની ભાષા સમજે તે સંબંધ સાચા હોય છે,
બાકી નાની વાતમાં કથા કરવી પડે,
તે સંબંધ હજુ કાચા હોય છે.
કિંમત અને કદર એ જ કરી શકે,
જેની પાસે કોઈ એક જ હોય બાકી,
જેની પાસે ઘણા બધા વિકલ્પો હોય,
એને એકની કિંમત ના ખબર પડે.
જીવનમાં જેમ જેમ અનુભવ લેતા જશો,
તેમ તેમ તમને ખબર પડશે કે જિંદગીમાં,
હજુ ઘણું શીખવાનું અને સમજવાનું બાકી છે.
કોઈની ભૂલ શોધવા જશો તો સબંધ બગડશે,
પણ તેને આપણા માટે શું કરિયું હતું એ વિચારશો,
તો બગડેલા સબંધો પણ સુધરી જશે.
સંબંધ સાચવવા માટે હોય છે,
અને પૈસા વાપરવા માટે હોય છે,
પરંતુ આજની દુનિયામાં લોકો પૈસા સાચવે છે,
અને સંબંધ વાપરે છે.
ચામડી કાળી હશે તો ચાલશે પણ,
મિત્ર તો કૃષ્ણ જેવો જ રાખજો,
ભલે ખોટું લાગે પણ સલાહ સાચી આપશે.
બહુ રૂપિયા વાળા સાથે સબંધ રાખવા કરતા,
સારા સ્વભાવ વાળા વ્યક્તિ સાથે સબંધ રાખજો,
પૈસા ના પાવરમાં તમારું અપમાન થઈ શકે છે,
પરંતુ સારા સ્વભાવ થી નહિ.
પોતાને હોશિયાર સમજજો પણ,
બીજાને બેવકૂફ ન સમજતા સાહેબ,
મગજ બધાને હોય છે,
કોઈ ચાલાકી બતાવે તો કોઈ ઈમાનદારી.
નામ નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે સાહેબ,
કોને ક્યારે શું આપવું એ ઉપરવાળો જ નક્કી કરે છે.
suvichar gujarati
suvichar gujarati
કડવું છે પણ સત્ય છે,
અમીર ઘરનો કાગડો પણ બધાને મોર લાગે અને,
ગરીબ ઘરનું ભૂખ્યું બાળક પણ બધાને ચોર લાગે.
જીવનમાં સુખી થવું હોય તો કોઈને,
શિખામણ ન આપવી કારણ કે,
બુધ્ધિશાળીને તેની જરૂર નથી,
અને ગાંડા સમજવાના નથી.
સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,
બંને માં ફર્ક ફક્ત એજ છે કે,
શિક્ષક શીખવાડીને પરિક્ષા લે છે,
અને સમય પરિક્ષા લઈ ને શીખવે છે.
કોઈ નુ મન દુભાય એવા શબ્દો ન બોલશો,
કારણ કે જીભમાં વાગે એ મટી જાય છે,
પણ જીભથી વાગે એ જિંદગી ભર નથી મટતું.
સહન કરવાનું અને ઘસાવવાનું માપમાં રાખજો સાહેબ,
ના પાડતા પણ શીખી લેજો કેમકે,
દુનિયાના લોકોને તો શરમ નથી,
જ્યાં સુધી ના નહિ પાડો ત્યાં સુધી,
ઉપયોગ કરતા જ રહેશે.
ભગવાનને પણ ભગવાનની જરૂર પડી હતી,
રામને શિવની જરૂર પડી હતી અને શિવને કૃષ્ણની,
તો માણસ કયા અભિમાનમાં જીવે છે કે,
માણસને માણસની જરૂર નહીં પડે.
હસવું નથી છતા હસવું પડે છે,
રડવું નથી છતા રડવું પડે છે,
જીંદગીનો આ કેવો રંગમંચ છે,
જ્યાં બધાને નાટક કરવું પડે છે.
આ દુનિયાનું સૌથી મોટી તકલીફ એ છે કે,
લોકો સાચું મનમાં બોલે છે અને,
ખોટું બુમો પાડીને બોલે છે.
કોઈની ગરીબી જોઈને તેની સાથે,
સંબંધ ના તોડવો જોઈએ,
કારણ કે જેટલું માન-સમ્માન ગરીબોને ઘરે મળે છે,
તેટલું અમીર ના ઘરે નથી મળતું.
કમાણી પર્યાપ્ત ના હોય ત્યારે,
ખર્ચામાં લિમિટ રાખવી,
અને જાણકારી પર્યાપ્ત ના હોય ત્યારે,
ચર્ચામાં લિમિટ રાખવી.

Gujarati suvichar

suvichar gujarati
suvichar gujarati
જે આપણાં ના થાય તેની ઉપર ક્યારેય,
હક ના કરવો અને જે આપણને સમજી ના શકે,
તેને ક્યારેય આપણું દુઃખ ના બતાવવું.
આપણુ જ્યાં સારું થતું હોય ત્યાં,
બગાડવા વાળા આપડા જ હોય.
કયારે કેવો સમય આવશે એ કહી શકાતું નથી,
કેમ કે પ્રભુ શ્રી રામને પણ રાત્રે રાજ્ય મળવાનું હતું,
પણ સવારે જાગીને વનવાસ મળ્યો,
માટે કોઈ વાતનું અભિમાન ના કરવું
ભગવાને કોઈ નું નસીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ,
એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી,
પાછા વાળવા માંગતા હોય છે.
આજનાં જમાનામાં રૂપિયાને સલામ છે સાહેબ,
બાકી માણસાઈ તો મમરાના ભાવે વેચાય છે.
આ દુનિયામાં મોટાભાગના ઝઘડાઓ,
એ લોકોને લીધે અટકી જાય છે,
જે લોકો બોલી તો શકે છે પણ,
સમજદાર હોવાને લીધે બોલતાં નથી.
વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતુ,
નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો,
કારણ કે સખત ઉનાળામાં આપણે,
તેમની જ છાયામાં ઊભાં રહ્યાં હતા,
અર્થ સમજાય તૉ વંદન ન સમજાય તો અભિનંદન.
જીવનમાં આગળ આવવું હોય તો,
સાચી વ્યક્તિના કડવા વેણ પસંદ કરજો,
પરંતુ ખોટા વ્યક્તિના મીઠાશ ભર્યા બોલ નહિ,
નહિતર જીંદગી ધૂળ સમાન થતા વાર નહિ લાગે.
ભોળા માણસોની અડધી જિંદગી,
બીજાને ખુશ કરવામાં અને બાકીની અડધી,
બીજાએ આપેલા દુઃખો ને સહન કરવામાં,
જ પતી જતી હોય છે.
મનુષ્યને એ વાતનો ઘમંડ ક્યારેય ના હોવો જોઈએ,
કે એને જીવનમાં કોઈની જરુર નહી પડે,
અને એ વાત નો ભ્રમ પણ ના હોવો જોઈએ,
કે એની જરુર બધાને પડશે.
suvichar gujarati
suvichar gujarati
મોટા માણસો ના પગ પકડવા કરતા,
નાના માણસનો હાથ પકડી રાખજો,
એ તમને ક્યારેય મોટા માણસના,
પગ પકડવાની જરૂર નહિ પડવા દે.
શ્રાદ્ધ કરવાથી જો પુણ્ય મળતું હોય તો,
થોડો વિચાર તો કરો સાહેબ,
જીવતા માં-બાપ ની સેવા કરવાથી,
કેટલું પુણ્ય મળતું હશે.
મનુષ્ય પણ અજીબ છે સાહેબ,
પોતાના ઘરમાં રહેલા મંદિરને પગે નહિ લાગે,
અને સપના જોશે કેદારનાથ જવાના.
નીતિથી કમાજો અને ભેગું કરજો,
કેમ કે અનીતિ માં તો થોડી વાર તો મજા આવશે,
પણ તેની સજા ખેંદાન મેદાન કરી નાખશે.
વાત કડવી છે પણ સત્ય છે,
100 રૂપિયાનો નોટ થીયેટરમાં સાવ નાની લાગશે,
પણ મંદિરમાં જાવ તો બહુ મોટી લાગશે,
શું કહેવું તમારું ?
શ્રી કૃષ્ણ કહે છે કે,
એક વાર માફ કરીને સારા બની જાઓ,
પણ ફરીથી એ માણસ પર વિશ્વાસ કરીને,
ફરી મૂરખ ના બનશો.
ફરિયાદ કરવા કરતાં ચૂપ રહેવું વધારે સારું છે,
જ્યાં કોઈને ફરક જ નથી પડતો,
ત્યાં ફરિયાદ કેવી ?
વહેંચી નાખે એવા તો ઘણા છે પણ,
આ જગતમાં પણ કોઈ તમારાં માટે,
ખર્ચાય જાય એની કિંમત કરજો.
મીઠું અને રોટલી ખાઈ ને સુઈ જજો પણ,
પોતાનાઓ સામે હાથ ના ફેલાવશો કારણ કે,
જેટલુ એ આપશે એનાથી વધારે એ સંભળાવશે.
જે માણસ બધાને ખુશ રાખવાના પ્રયત્નો કરે છે,
અંતમાં એ જ બધાથી વધારે દુખી હોય છે.
suvichar gujarati
suvichar gujarati
મન ખરાબ હોય તો પણ,
શબ્દો ખરાબ ના બોલો કારણ કે પાછળથી,
મન સારુ થઈ શકે છે પણ બોલાયેલા શબ્દો નહીં.
કોઈને કંઈક કહેતા પહેલા એ જરુર વિચારી લેજો કે,
એ જ શબ્દો કોઈ તમને કહે તો તમને કેવું લાગશે.
શ્રી કૃષ્ણ કહે છે કે,
જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ના લગાડશો,
કારણ કે એ લોકો ખરેખર તમારી,
કિંમત શુ છે એ નથી જાણતા.
માનવી બહુ સ્વાર્થી છે,
પસંદ કરે તો અવગુણ જોતો નથી,
અને નફરત કરે તો ગુણ જોતો નથી.
કીડી તળાવમાં પડે તો માછલી તેને ખાય,
પણ જયારે તળાવ સુકાય ત્યારે કીડી માછલીને ખાય,
મોકો સૌને મળે છે બસ સમયની રાહ જોવી પડે છે.
શ્રી કૃષ્ણએ કહ્યું છે કે,
જો નુકશાન થયું છે તો ભવિષ્યમાં લાભ પણ થશે,
અને જો દગો થયો છે તો,
આગળ જઈને હિસાબ પણ થશે,
માટે ખરાબ સમયમાં દુઃખી થશો નહિ અને,
સુખના સમયે અહંકાર ના કરશો.
જમીન સારી હોય, ખાતર સારું હોય,
પણ પાણી ખારું હોય તો,
ફૂલ ક્યારેય ખીલતા નથી.
ભાવ સારો હોય, કર્મ સારા હોય,
પણ વાણી ખરાબ હોય તો,
સંબંધ ક્યારેય ટકતા નથી.
ભગવદ્ ગીતામાં લખ્યું છે કે,
જો કોઈ તમને દુઃખી કરે તો ખોટું ન લગાડશો,
લોકો એ જ ઝાડ પર પથ્થર મારે છે,
જે ઝાડ પર ફળ મીઠા હોય છે.
એક વૃદ્ધ દાદાએ સરસ વાત કહી,
તમે ભેગું કરવા જીવો છો અને,
અમે ભેગું રહેવા જીવતા હતા.
સુખ અને દુઃખ પોતાના નસીબથી મળે છે,
અમીરી – ગરીબીથી તેને કોઈ લેવા-દેવા નથી,
રડવાવાળા મહેલોમાં પણ રડે છે,
અને હસવાવાળા ઝૂંપડીમાં પણ હસે.

Best suvichar in gujarati

Gujarati suvichar
Gujarati suvichar
નખ વધે તો નખ જ કપાય આંગળીઓ નહીં,
એમ જો કોઈ માણસથી ભૂલ થાય તો,
ભૂલને ભૂલતા શીખો સંબંધને નહીં.
કોઈનો માળો બનાવવામાં મદદ કરજો,
વિખેરવામાં નહિ કારણ કે ઈશ્વરના દરબારમાં,
નીતિ અને કર્મ નો હિસાબ થાય છે,
ધન – દોલત નો નહિ.
એક જૂની કહેવત છે કે,
તમે આંગળી નમશો તો કોક વેંત નમશે,
પણ હવે એવું નથી રહ્યું જો તમે થોડા પણ નમ્યા,
તો લોકો હંમેશા તમને જ નમાવશે.
શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે,
જેમ જેમ કળયુગ આવશે તેમ તેમ,
માણસ મતલબી થતો જશે જરૂરત ના સમયે,
તમારા પગ પકડશે અને જરૂરત નહી હોય ત્યારે,
તમને ઓળખશે પણ નહી.
પોતાના મનનું પુસ્તક એ વ્યક્તિ પાસે જ ખોલજો,
કે જે વ્યક્તિ એ પુસ્તકને સમજી શકે,
બાકી બીજા લોકોનું તો તમને ખબર જ છે.
સ્ટેપ્લરની એક પિન ની કિમત ખબર છે,
લગભગ 0.0007 પૈસા,
પણ એની કમાલ ખબર છે ?
તેની એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે,
માટે દુનિયામાં કોઈ પણ વ્યક્તિને,
એના કદથી નહી એના ગુણથી પારખજો.
રામાયણ અને ગીતાજીનો ટુંકોસાર.
રામ કદી હસ્યા નથી અને કૃષ્ણ કદી રડ્યા નથી,
ખુશ રહેવું હોય તો એક વાત જાણી લો,
તમારા રડવાથી કોઈને ફરક પડતો નથી.
શનિ નડે છે એટલે બધાને,
હનુમાન ચાલીસા મોઢે હોય છે,
પણ અફસોસ કૃષ્ણ નડતો નથી,
નહિતર આખી ગીતા મોઢે હોત.
આ કળિયુગમાં ધનસુખલાલ વધતા જાય છે,
મનસુખલાલ ઘટતા જાય છે,
શાંતિલાલ તો દેખાતા જ નથી,
માંગીલાલ જ દેખાય છે,
દેવીલાલ તો મળતા જ નથી,
જ્ઞાનચંદ દરેક ગલ્લે મળે છે,
અને રાયચંદ રસ્તે રજળતા મળે છે.
સમજાય એને વંદન
આ જમાનો એવો છે સાહેબ,
તમારા સ્વભાવમાં સંસ્કાર અને વિવેક હશે,
તો આવકાર નહિ આપે પરંતુ રૂપિયા હશે તો,
5 નહિ 25 જણા આવકાર આપશે.

Suvichar In Gujarati

Gujarati suvichar
Gujarati suvichar
વહુએ ઘરમાં પહેલીવાર પધરામણી કરી ત્યારે,
સસરાએ સાસુના કાનમાં ધીરેથી કહ્યું,
ધ્યાનથી જો ચહેરો બદલીને દીકરી આવી છે,
બસ આટલું તું સમજી લેજે.
એવી કહેવત છે કે,
પાંચેય આંગળીઓ સરખી નથી હોતી,
પરંતુ સત્ય એ છે કે ખાવાના સમયે,
બધી જ એક સરખી થઈ જાય છે.
સમજાય તેને વંદન.
જીવનમાં માણસ તો જોઈએ તેટલા મળે,
પણ જોઈએ તેવા તો ભાગ્યે જ મળે,
માટે સંબંધનું મહત્વ સમજજો અને તેને સાચવજો.
બાપ બોલીએ તો હોઠ બંધ થાય,
માં બોલીએ તો હોઠ ખુલી જાય,
બસ આ શ્વાસનું આવન-જાવન એટલે,
માં-બાપ એમના વગર જીવન અધુરુ છે સાહેબ.
નાની ઉંમરમાં ઘણું સહન કરવું પડે,
મનમાં હજારો દુઃખ હોવા છતાં પણ,
હસવું પડે આ દુનિયા છે સાહેબ,
અહીં બધાને રડવું પડે છે.
હજુ પણ હજાર વાર નમું છું,
મને વટ નહિ સંબંધ વધારે વ્હાલો છે.
મીઠાં જેવું જીવન રાખો,
ના કોઈ વધારે વાપરે કે,
ના તમારા વગર ચાલે.
જેવી કદર પૈસાની કરો છો,
એવી વ્યક્તિની પણ કરજો સાહેબ,
કારણ કે પૈસા તો ફરીથી કમાવી લેવાશે,
પણ ગયેલ વ્યકિત ક્યારેય પાછું નહીં આવે.
માણસ પાપ કર્મ કરવા માટે,
કોઈ પણ સમય ની રાહ જોતો નથી,
પરંતુ પુણ્ય કર્મ કરવા માટે,
તિથિ, વાર અને તહેવાર ની રાહ જોવે છે.
નસીબ છેતરી શકે છે પણ માઁ નહીં.

તો દોસ્તો તમને અમારું Suvichar Gujarati collection કેવું લાગ્યું કૉમેન્ટ કરીને જરુર કેજો, અને સુવિચાર ગુજરાતી (gujarati suvichar) કલેક્શન ને નીચે આપેલા social media button પર જઈને તમારા WhatsApp group, Instagram, Facebook, family members, અને friends ની જોડ જરુર share કરજો.

અમારું શાયરી કલેક્શન જરુર check કરો. 📌

SUVICHAR GUJARATI STATUS 📌

દોસ્તો અમે તમારાં માટે સુવિચાર ગુજરાતી સ્ટેટસ લઈને આવીઆ છીએ જેને જોવા માટે નીચે ક્લિક કરો.

Sharing Is Caring:

Mayur एक Successful Blogger है, smsshayari.net के Founder और Content Strategy Head है. इन्होने Blogging Career की शुरुआत 2022 में किया था और अभी तक 2–3 सक्सेसफुल ब्लॉग बना चुके है.


Leave a Comment

Suvichar Gujarati Suvichar Gujarati Gujrati suvichar Gujarati suvichar gujarati shayari gujarati shayri
Suvichar Gujarati Suvichar Gujarati Gujrati suvichar Gujarati suvichar gujarati shayari gujarati shayri